260 likes | 454 Views
શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ. પાઠ 15 પરિવહન , સંદેશાવ્યવહાર અને વ્યાપાર,. પરિવહન પરિવહન એટલે માલસામાન કે માનવી અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર પરિવહન પ્રવૃતિ બે કે તેથી વધુ સ્થળો કે પ્રદેશોને સાંકળે છે પરિવહન પદ્ધતિ સ્થળ કે પ્રદેશ પ્રમાણે બદલાય છે
E N D
શ્રી જવાહરલાલ વિદ્યાલય સરપદડ પાઠ15 પરિવહન,સંદેશાવ્યવહાર અને વ્યાપાર,
પરિવહન • પરિવહન એટલે માલસામાન કે માનવી અથવા બંનેની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર • પરિવહન પ્રવૃતિ બે કે તેથી વધુ સ્થળો કે પ્રદેશોને સાંકળે છે • પરિવહન પદ્ધતિ સ્થળ કે પ્રદેશ પ્રમાણે બદલાય છે • સ્થાન, ભુપુષ્ઠ, હવામાન, આબોહવા વગેરે કુદરતી પરિસ્થિતિ છે • તકનિકિ વિકાસ , આર્થિક વિકાસ ,મુડી, બજાર વગેરે સાંસ્કૃતિક પરિસ્થિતિ છે • માનવ , પશુઓ , યંત્રો દ્વારા બોજ વહન થાય છે
પરિવહનના લાભ • 1 કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ • 2 ઉદ્યોગોને કાચો માલ –બજારને તૈયાર માલ • 3 યંત્રો,મુડી,શ્રમિકોની હેરફેર • 4 વહીવટી સંચાલન અને સંરક્ષણ • 5 દુષ્કાળ, અતિવૃષ્ટિ,ભુકંપ વગેરેમાં મદદરૂપ • 6 શહેર અને ગ્રામ્ય ચીજ વસ્તુની આપ-લે • 7 પછાત વેસ્તારોનો વિકાસ • 8 પ્રવાસન પ્રવૃતિનો વિકાસ • 9 વૈશ્વિકિકરણ પ્રક્રિયાને વેગ
પરિવહનના પ્રકાર • જમીનમાર્ગ • પૈડાની શોધ ખુબ મહત્વની શોધ • 1 સડકમાર્ગ • ભારતની ગણતરી વિશ્વમાં સડકમાર્ગોનુ સૌથી વધુ ગીચ જાળુ ધરાવતા દેશોમાં થાય છે • બાંધકાંમ અને જાળવણી સસ્તા અને સરળ • અનેક વાહનો દ્વારા ઉપયોગ • ઘરના દરવાજા સુધીની સેવા • ઓછો વહન ખર્ચ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ • રાષ્ટ્રીય ધોરીમાર્ગની જવાબદારી કેન્દ્રીય સરકારની • રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશના મહત્વના મહાનગરો,બંદરો,પાટનગરોને જોડે છે • રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઇ 58112 કિ.મી. • રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા 50 થી વધુ • રાષ્ટ્રીય ધોરીમાર્ગની ગીચતા દર ચો.કિ.મી. 1.02 • ગુજરાતમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ -લંબાઇ(2000-01)2091 કિ.મી,ગીચતા 1.06 • રાષ્ટ્રીય ધોરીમાર્ગના 1,2,3,...એવા ક્ર્માંક • નં.8 રાષ્ટ્રીય ધોરીમાર્ગ દિલ્લીથી મુંબઇ જે ગુજરાતમાંથી પસાર થાય છે લંબાઇ-1352 કિ.મી. • ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.8 8A,8B,8C,8D &15 પસાર થાય છે • રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 2 ગ્રાંટ ટ્રંક રોડ તરીકે ઓળખાય છે • સૌથી લાબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-7 2372 કિ.મી વારાસણી થી કન્યાકુમારી • સૌથી ટૂકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 35 કોલકાતા થી બોનગાંવ
રાજય ધોરીમાર્ગ • રાજય ધોરીમાર્ગની જવાબદારી રાજય સરકારની • તે પાટનગર અને જિલ્લાના મુખ્ય નગરોને જોડે છે • ગુજરાતમાં –લંબાઇ-1052 કિ.મી. • સૌરાષ્ટ્ર્ના સાગર કિનારાને સાંકડતો કોસ્ટલ હાઇવે ભાવનગર,મહુવા,વેરાવળ,ચોરવાડ,પોરબંદર અને ઓખાને જોડે છે • કચ્છના લખપતથી દક્ષિણ ગુજરાતના ઉમરગાંવ સુધી ગુજરાતના બંદરોને જોડતો 1776 કિ.મી. લાંબો કોસ્ટલ હાઇવે બાંધવાની દરખાસ્ત છે • ગુજરાતમાં રાજય ધોરીમાર્ગની કુલ લંબાઇ 2000-01માં 19379 કિ.મી.હતી
જિલ્લામાર્ગ • જિલ્લાના મુખ્ય મથકને અન્ય શહેરો અને મોટા ગામોને જોડે છે • જાળવણી જિલ્લા પંચાયત કરે છે • કુલ લંબાઇ 2000-01માં 315500 કિ.મી.હતી • ગ્રામ્યમાર્ગ • ગામડાઓને જોડતો હોવાથી તેને ગ્રામ્ય એપ્રોચ રોડ પણ કહે છે • વહીવટ ગ્રામ પંચાયત કરે છે • ગુજરાત-લંબાઇ 20377 છે પાકા રસ્તા 94.6 % અને કાચા રસ્તા 5.4 % છે
સરહદી માર્ગ • નિર્માણ –સંરક્ષણ ના હેતુ માટે- સરહદી માર્ગ સંસ્થાન દ્વારા • વહીવટ- સરહદી ધોરિમાર્ગ વિકાસ બોર્ડ • લંબાઇ 7961 • સૌથી વધુ ઉચાઇ –હિમાચલ પ્રદેશના મનાલી થી લદાખના પાટનગર લેહ સુધી • એક્સપ્રેસ ધોરીમાર્ગ(દ્રુતગતિ માર્ગ) • રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ કાર્યક્રમ અંર્તગત 1991થી 4કે6 લેનવાળા માર્ગની યોજના • 1999 થી 2007 સુધીમાં 14846 કિ.મી ની ધારણા
એક્સપ્રેસ ધોરીમાર્ગના નામ • સુવર્ણ ચતુર્ભુજ (દિલ્લી-કોલકાતા-ચેન્નાઇ-મુંબઇ-દિલ્લી)5846 કિ.મી. (રેલ્વે ક્રોસીંગ નહી) 75 રેલ્વે ઓવર બ્રીજ • શ્રીનગર થી કન્યાકુમારી ( ઉત્તર-દક્ષિણ કોરિડોર માર્ગ) • પોરબંદર થી સિલ્ચર( પૂર્વ-પશ્ચિમ કોરિડોર માર્ગ) લંબાઇ 7300 કિ.મી • સરકારે “બનાવો ચલાવો અને સોપી દો” નીતિ અપનાવી છે
ટ્રાફિકની સમસ્યાઓ અને સૂચનો • રસ્તાની ડાબી બાજુએ ચાલવુ જોઇએ • લીલી લાઇટ થયા પછી ઝિબ્રા ક્રોસીગ પરથી ચાલવુ જોઇએ • સિગ્નલ લાઇટથી સંકેત આપીને ઓવરટેક કરવો જોઇએ • મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો • કારણ વગર હોર્ન વગાડીને ધ્વનિ પ્રદુષણ ન ફેલાવવુ • ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ન ચલાવવું • અક્સ્માત થાય ત્યારે • વ્યક્તિને મદદ કરવી,હોસ્પીટલે પહોચાડવી • તેના કુટીબીજ્નોને જાણ કરવી • નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી
રેલમાર્ગ • મોટા પદાર્થોની હેરફેર માટે સસ્તા,સરળ અને ઝડપી • ભારતના રેલમાર્ગો રાષ્ટ્રની જીવાદોરી છે • પ્રથમ રેલમાર્ગ 15 એપ્રિલ 1853 માં મુંબઇ થી થાણા તેની લંબાઇ 34 કિ.મી. • ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઇ 63140 કિ.મી છે • બે પાટા વચ્ચેના અંતર પરથી ગેજ નક્કિ થાય છે • બ્રોડ ગેજ 1.676 મી. ભારતમાં કુલ લંબાઇ 45099 કિ.મી છે • મીટર ગેજ 1.000 મી. ભારતમાં કુલ લંબાઇ 14776 કિ.મી છે • નેરો ગેજ 0.610 મી ભારતમાં કુલ લંબાઇ 3265 કિ.મી છે • રેલવેને 2002 માં 16 ઝોનમા વિભાજીત કરવામાં આવી • દર વર્ષે 400 કરોડ મુસાફરો અને 40 કરોડ ટન માલની હેરફેર • સૌથી લાંબો રેલમાર્ગ જમ્મુ થી કન્યા કુમારી (હિમસાગર એકસ પ્રેસા) • ગુજરાતનુ સૌથી મોટુ સ્ટેશન અમદાવાદ છે
જળ માર્ગ • માર્ગ બાંધવાની, નિભાવવાની કે પુલો બાધવાની જરૂર નથી • વહન ખર્ચ ઓછો • 1 આંતરિક જળ માર્ગ • નદી,સરોવરકે નહેરો દ્વારા દેશના આંતરિક ભાગોને જોડે છે • ભારતમાં લંબાઇ 14500 કિ.મી • તેમા 3700 કિ.મી માં યાંત્રિક નાવો ચાલે છે • સૌથી વધુ વહાણવટુ હુગલી નદીમાં થાય છે • અલ્હાબાદ થી હલ્દિયા(1620 કિ.મી) તેમજ સાદિયા થી ધુબરી(891કિ.મી) જળમાર્ગ રાષ્ટ્રીય જળમાર્ગ છે • નહેરોના જળમાર્ગ (રાષ્ટ્રીય જળમાર્ગ છે) • કોલ્લમ થી કોટ્ટીપુરમ 168 કિ.મી • ચમ્પાકર નહેર 14 કિ.મી • ઉદ્યોગમંડલ નહેર 22 કિ.મી
દરિયાઇ માર્ગ • જુદા જુદા દેશોને જોડનાર સમુદ્ર માર્ગને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કહે છે • ભારતને 7516.16 કિ.મી લાંબો દરિયા કિનારો મળ્યો છે • તેમાં 12 મોટા બંદરો અને 184 નાના બંદરો છે • મોટા બંદરો પરથી 70% થી વધુ વિદેશ વ્યાપાર થાય છે • મુંબઇ ભારતનુ સૌથી મોટુ બંદર છે • ગુજરાતને 1600 કિ.મી લાંબો દરિયા કિનારો મળ્યો છે • તેમા 43 બંદરો છે
હવાઇ માર્ગ • પરિવહન સૌથી ઝડપી • વિમાન મથકો બાંધવા તથા જાળવવાનો વધુ ખર્ચ • સ્વતંત્રતા પહેલા સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા • 1953 તેનુ રાષ્ટ્રીય કરણ થયુ • 40 કંપનીઓને પરવાનગી આપવામાં આવી • હવાઇ મથકો બે પ્રકાર • 1 આંતરરાષ્ટ્રીય 2 રાષ્ટ્રીય • ભારતમાં રાષ્ટ્રીય હવાઇ મથકોની સંખ્યા 63
અન્ય માર્ગ • 1 પાઇપલાઇન માર્ગ • પાણી, ખનીજતેલ , કુદરતી વાયુ વગેરેની હેરફેર • ભારતની મુખ્ય પાઇપલાઇનો • 1 અસમના તેલક્ષેત્ર થી કાનપુર ( ગુવહાટી,બરૌની,અલ્હાબાદ,સિલગુડી) • 2 ગુજરાતના સલાયા બંદરથી પંજાબના જલંધર(વિરમગામ,મથુરા,દિલ્લી,પાણીપત,કોયલી) • 3 ગુજરાતમાં હજીરા થી બિજાપુર થી જગદીશપુર (ગેસ લાઇન) • મુંબઇ હાઇ તેલક્ષેત્ર થી શરૂ થતી લાઇનો • -મુંબઇ અને દક્ષિણ બેઝિન તથા મુંબઇ પૂણે લાઇન
સંદેશા વ્યવહાર • ટપાલ • સંદેશા વ્યવહારની શરૂઆત ટપાલસેવાથી થઇ • ટપાલસેવાનો પ્રારંભ 1837 માં થયો • ભારતમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસો છે 89% ગ્રામ્ય વિસ્તારમાં અને 11 % શહેરી વિસ્તારમાં • રેલવે મેઇલ સર્વિસનો પ્રારંભ 1907 માં થયો • એર મેઇલ સર્વિસનો પ્રારંભ 1911 માં થયો • ટેલિગ્રામ લાઇનનુ સૌ પ્રથમ જોડાણ 1851માં કોલકાતા અને પોર્ટ ડાયમંડ વચ્ચે થયુ • સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975માં રશિયાની ભૂમિ પરથી અવકાશ માં તરતો મુકાયો ત્યારથી સંદેશાવ્યવહારમાં અદભૂત ક્રાંતિ આવી • 2004-05 માં એજ્યુસેટ તરતો મોકાયો
ભારતમા • સબસ્ક્રાઇબર્સ ટ્રંક ડાયલિંગ(S.T.D) • ઇંટરનેશનલ સબસ્ક્રાઇબર્સ ડાયલિંગ(I.S.D) • પબ્લિક કોલ ઓફિસ (P.C.O) • આકાશવાણી પાસે 200 રેડિયો મથક અને 327 ટ્રાંસમીટર્સ છે • દેશના 85 % વિસ્તારોમાં દુરદર્શનની પ્રસારણ સેવા છે • ભારતમાંલગભગ50000જેટલાસમાચારપત્રો,પત્રિકાઓ100 જેટલી ભાષાઓમાં પ્રકાશિત થાય છે
વ્યાપાર • બે પ્રકાર • 1 આંતરિક વ્યાપાર • દેશના રાજ્યો-રાજ્યો વચ્ચે થાય છે • 2 આંતરરાષ્ટ્રીય વ્યાપાર • વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થાય છે • આંતરરાષ્ટ્રીય વ્યાપારના બે પાસા છે • 1 આયાત વ્યાપાર અને 2 નિકાશ વ્યાપાર
1 ભારતનો આયાત વ્યાપાર • ભારત પેટ્રોલિયમ પેદાશો , મોતી , બહુ મુલ્ય ,સોનુ ,ચાંદી વગેરે ની આયાત કરે છે • ભારતે વર્ષ 2002-03માં 29.1 % એશિયા અને ઓશાનિયા 24.46 % પ.યુરોપ અને 9.83 % અમેરીકા માંથી આયાત કરી હતી • 2 ભારતનો નિકાસ વ્યાપાર • ભારત શણ , ચા , ખાંડ , સુતરાઉ કાપડ , કાચુ લોખંડ , ચામડું , તમાકુ , વગેરેની નિકાસ કરે છે
જેટલા કિંમતના માલની આયાત કરવામાં આવે તેટલી કિંમતના માલની નિકાશ કરવામાં આવે તો સંતુલિત વ્યાપાર કહેવાય • જો આયાત કરતાં નિકાસ વધુ હોયતો વ્યાપારની સમતુલા હકારાત્મક કહેવાય • જો આયાત કરતાં નિકાસ ઓછી હોયતો વ્યાપારની સમતુલા નકારાત્મક કહેવાય • ભારતના વિદેશ વ્યાપારની સમતુલા નકારાત્મક રહી છે