270 likes | 680 Views
ગુજરાત. ગુજરાત. ગુજરાતીઓ ભારતના પશ્ચિમ તરફ આવેલ ગુજરાત રાજ્યમા રહે છે. આ નામ “ગુર્જર” પરથી આવેલ છે. જે શ્વેત હુણ લોકોની એક જાતિ છે. આ જાતિના લોકોએ 8મી અને 9મી સદીમાં આ વિસ્તારમાં રાજ કર્યું. ગુર્જર એ એક ભરવાડોના સમાજનુ નામ છે. ભુગોળ.
E N D
ગુજરાત ગુજરાતીઓ ભારતના પશ્ચિમ તરફ આવેલ ગુજરાત રાજ્યમા રહે છે. આ નામ “ગુર્જર” પરથી આવેલ છે. જે શ્વેત હુણ લોકોની એક જાતિ છે. આ જાતિના લોકોએ 8મી અને 9મી સદીમાં આ વિસ્તારમાં રાજ કર્યું. ગુર્જર એ એક ભરવાડોના સમાજનુ નામ છે.
ભુગોળ • રાજ્યમાં 1600 કિમિ લાંબો દરિયાકિનારો છે જે દેશના કોઇપણ રાજય કરતા સૌથી લાંબો છે • તે 25 જિલ્લાઓમા વહેંચાયેલું છે. દરેક જિલ્લા પણ તાલુકામાં વહેચાયેલા છે. તાલુકો તેમા આવતા શહેર અને ગામડાઓના મુખ્યમથક તરીકે ગણાય છે. • દેશના કુલ ક્ષેત્રફળના 6.19મા ભાગ જેટલું ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ છે.
ભુગોળ • o ભારતના પશ્ચિમ તરફે આવેલુ છે • વસ્તિ આશરે 5,05,96,992 • o તેની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઇશાન બાજુએ રાજસ્થાન રાજ્ય, પુર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણ તેમજ અગ્નિ ખુણે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. • o રાજ્યને આંતરરાષ્ટ્રિય સરહદ પણ આવેલી છે. તેની વાયવ્ય સીમા પર પાકિસ્તાનની સરહદ છે.
ગુજરાત (જિલ્લાવાર નક્શો) રાજસ્થાન પાકિસ્તાન કચ્છનો અખાત મધ્ય પ્રદેશ ખંભાતનો અખાત દિવ (દમણ અને દિવ) અરબી સમુદ્ર દમણ (દમણ અને દિવ) મહારાષ્ટ્ર દાદરા નગર હવેલી
સાંસ્કૃતિક વારસો • ગુજરાતીઓનો સાંસ્કૃતિક વારસો લગભગ 3000 વર્ષ જુની સંસ્કૃતિના સમાજમાં પણ મળી આવે છે. • 12મી સદીમાં ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ થયો. • ગુજરાતી સંસ્કૃતિમા ઘણા બધા સમાજનો ફાળો છે. વૈષ્ણવ સમાજમાંથી કૃષ્ણ જેવા મહાપુરૂષ અને તેમની કથા આવી. જેમને લીધે પ્રચલિત રાસ અને ગરબાનો ઉદ્ભવ થયો. જૈન સમાજના લીધે મંદિરની સુંદર બાંધણી અને અલગ પ્રકારની ચિત્રકલાનો ઉપયોગ શરૂ થયો. ગુજરાતના મુસ્લિમ લોકોએ તેમના બાંધકામમાં હિંદુ સંસ્કૃતિની છાંટ પણ વર્તાય તેવી રીતે તેમના બાંધકામ કર્યા.
ભાષા • ગુજરાતી ભાષા, પ્રાચીન ભાષા સંસ્કૃતમાંથી આવેલી છે. • ગુજરાતી ભાષાની ઘણી ઉપભાષાઓ પણ છે. જેમા કચ્છી, કાઠીયાવાડી અને સુરતી ભાષાઓનો સમાવેશ થાય છે. ભીલી ભાષા કે જે ગુજરાતી જેવી ભાષા છે તે ઉત્તરી અને પુર્વી વિસ્તારના આદિવાસીઓ બોલે છે. • ગુજરાતી ભાષા પ્રવાહી લિપિમાં લખવામા આવે. ઘણા ગુજરાતીઓ હિંદી ભાષા પણ બોલી અને સમજી શકે છે.
પહેરવેશ ગુજરાતી પુરૂષો ધોતિયું પહેરે છે. (લાંબા સફેદ સુતરાઉ કાપડનું બનેલ લંગોટ કે જેને કમરની આજુબાજુ વીંટાળીને એક છેડો બંને પગ વચ્ચેથી પસાર કરીને પાછળ ખોસી દેવામા આવે), તેની સાથે શર્ટ કે દોરીવાળું અંગરખુ પહેરે છે.
પહેરવેશ સ્ત્રીઓ સાડી (લાંબુ કાપડ કે જે કમરની આજુબાજુ વીંટાળી તેનો એક છેડો જમણા ખભા પર નાખવામા આવે છે.)અને ચોલી (એકદમ બંધબેસતા માપથી કાપેલો અને સિવેલો બ્લાઉઝ).
આહાર • ગુજરાતી ખાણુ મોટેભાગે શાકાહારી હોય છે. જે વૈષ્ણવ અને જૈન ધર્મની મજબુત અસર દર્શાવે છે. • જુવાર, બાજરી એ મુખ્ય ધાન છે • રોટલી – લોટને આથવણ લાવ્યા વગર બનાવવામા આવે છે જેને અલગ અલગ જાતના શાક સાથે ખાવામા આવે છે • કઢી – દહીં અને ચણાના લોટની વડીઓથી બનેલ ખાટી મિઠી વાનગી. જે ખુબ જ લોકપ્રિય છે • શ્રીખંડ – દહીંમાં કેસર, ઇલાયચી, સુકોમેવો અને તાજા ફળો નાખીને બનાવાતી ખુબ જ પોષક મિઠાઈ. ગુજરાત તેના સ્વાદિષ્ટ આઇસક્રીમ માટે પણ જાણીતુ છે.
ખોરાક • બપોરના જમણમા લગભગ રોટલી અને છાશ હોય છે. સાંજના જમણમા રોટલી, દાળ-ભાત અને શાક હોય છે. • જમણ થાળીમા પીરસવામા આવે છે. જેમા ભાત અને રોટલી મુકવામા આવે છે. અને થાળીમા ગોઠવેલી વાટકીઓમા દાળ અને રસાવાળા શાક જેવા કે રીંગણ-બટેકા, તેમ જ દહીં પીરસવામા આવે છે
રમત ગમત ગુજરાતી છોકરીઓ ઘરઘર, તેમની ઢીંગલીઓને શણગારીને તેના લગ્ન કરવા જેવી રમતો રમે છે. છોકરાઓ લખોટી, ભમરડા, પતંગ ઉડાડવાની રમતો તેમજ ખો ખો, અને કબડ્ડી જેવી રમતો રમે છે. ફુટબૉલ, હૉકી, ક્રિકેટ અને બાસ્કેટબૉલ જેવી રમતો પણ સમગ્ર ગુજરાતમા રમાય છે.
પ્રજા • ગુજરાત એ બહારથી આવેલા ઘણા બધા લોકોનું ઘર છે. જેમ કે હુણ, શાકા, મુસ્લિમ, પારસી. ગુજરાત મોટે ભાગે જાતિઓથી વિભાજીત છે. • સૌથી મોટી જ્ઞાતિ કોળી પટેલની છે જે સમગ્ર વસ્તીના 20% જેટલી છે. બીજી સૌથી મોટી જ્ઞાતિ પાટીદાર અથવા કણબીની છે જે કુલ વસ્તીના લગભગ 15% જેટલી છે. • બીજી મહત્વની જ્ઞાતિઓમા આદિવાસી, રાજપુત, વાણિયા, લોહાણા અને બીજી ઘણી નાની નાની પેટાજ્ઞાતિઓ જોવા મળે છે. કોળી અને કણબી જાતિ સમગ્ર ગુજરાતમા ફેલાયેલ છે જ્યારે બીજી જ્ઞાતિઓ અમુક ચોક્કસ વિસ્તારોમા જ જોવા મળે છે.
ધર્મ • ધર્મ પ્રમાણે વસ્તિ • હિંદુ –26,964,228 • જૈન – 491,331 • બૌધ્ધ – 11,615 • શીખ – 33,044 • ઇસ્લામ – 13,606,920 • ખ્રિસ્તિ - 181,753
મહત્વના તહેવારો નવરાત્રી એક એવો તહેવાર છે કે જે સમગ્ર રાજ્યમા ખુબ ધુમધામથી જવાય છે. નવરાત્રી એટલે “નવ રાત” મતલબ કે તે 9 રાતો સુધી મનાવવામા આવે છે અને 10મા દિવસે દશેરા (દુર્ગામાતાનો તહેવાર). આ એક આનંદઉલ્લાસનો તહેવાર છે જે સ્ત્રીઓ અને પુરૂષો ગામના ચોગાનમા કે મંદિરના પરિસરમા ભેગા થઇ અને ગરબા ગાઇને ઉજવે છે.
મહત્વના તહેવારો દિવાળીના દિવસે, નાના કે મોટા, અમીર કે ગરીબ દરેક જણ નવા કપડા પહેરે છે અને મિઠાઇ વહેંચે છે. ફટાકડા પણ ફોડવામા આવે છે. ઉત્તર ભારતના વેપારીગણ દિવાળીના દિવસે નાણાકીય નવા વર્ષની શરૂઆત પુજન કરેલા નવા ચોપડા ખોલીને કરે છે.
મહત્વના તહેવારો હોળી હિંદુ મહિના ફાગણની પુનમ પછીના દિવસે મનાવવામા આવે છે. (માર્ચની શરૂઆતમાં). તે વસંતઋતુની ઉજવણી તેમજ હિંદુ ધર્મના અમુક પ્રસંગોની યાદગીરી રૂપે સામુહિક આનંદ પ્રમોદ દ્વારા ઉજવાય છે. હોળીના દિવસે હિંદુઓ સામુહિક રીતે હોળી પ્રગટાવીને કંકુ, અબીલ, ગુલાલ અને પાણીથી તેની મિત્રો તથા કુટુંબીઓ સાથે મળીને પુજા કરે છે.
મહાનુભાવો મહાત્મા ગાંધી (ઓક્ટોબર,2, 1869 – જાન્યુઆરી 30, 1948) તેઓ ભારતના અને ભારતની આઝાદીની ચળવળના મહત્વના રાજકીય અને દિવ્ય નેતા હતા.
સરકાર અને રાજકારણ • ગુજરાતનો કારભાર 182 સભ્યોની બનેલી વિધાનસભા દ્વારા ચાલે છે. • વિધાનસભાના સભ્યોની મુદત 5 વર્ષની છે. • રાજ્યના વહિવટી વડા મુખ્યમંત્રી હોય છે. • શ્રી નરેન્દ્ર મોદી 2002થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહેલ છે.
અર્થતંત્ર • ગુજરાતનુ અર્થતંત્ર દેશના સમૃધ્ધ રાજ્યોમાંનુ એક છે. જેની માથાદીઠ આવક ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં 2.47 ગણી વધારે છે. • ભારતના સૌથી મોટા ઉદ્યોગોમાંના ઘણા ગુજરાતમાં ચાલે છે. • દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનના કુલ 19.8% જેટલા ઉત્પાદન સાથે તે ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી ટોચ પર છે.
ઉદ્યોગો • રાજ્યના મહત્વના ખેત ઉત્પાદનોમાં સુતર, મગફળી, ખજુર, શેરડી, દુધ અને દુધની બનાવટો છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનોમાં પેટ્રોલ અને સિમેન્ટ છે. • ગેસ આધારીત વિદ્યુત ઉત્પાદનમાં દેશના કુલ ઉત્પાદનમા 18% લેખે ફાળો આપીને મોખરે છે. તેમ જ પરમાણુ વિદ્યુત ઉત્પાદનમાં દેશના કુલ ઉત્પાદનના 16%ના ફાળા સાથે બીજા નંબરે છે. • 4%થી પણ વધુ S&P CNX 50માં લિસ્ટ થયેલી કંપનીઓની મુખ્ય કે મોટી ઑફિસ ગુજરાતમાં છે.
ઉદ્યોગો • દુનિયાનુ સૌથી મોટું જહાજ ભાંગવાનુ લંગર ગુજરાતમાં ભાવનગર પાસે આવેલા અલંગમા છે. • રિલાયન્સ પેટ્રોલિયમ લિ., શ્રી ધીરૂભાઇ અંબાણી દ્વારા સ્થાપિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો એક ભાગ, જામનગરમા દુનિયાની સૌથી વિશાળ તેલ શુધ્ધ કરવાનુ કારખાનુ ચલાવે છે.
ઔદ્યોગિક વિકાસ • 1960-90ના ગાળામાં ગુજરાત ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રમા મોખરે હતું. જેમ કે કાપડ, એન્જિનિયરીંગ, રસાયણો, પેટ્રોકેમિકલ, દવાઓ, દુધ, સિમેન્ટ અને સિરામિક, રત્નો અને દાગીના વગેરે. • આઝાદી પછીના વર્ષોમાં ગુજરાત રાજ્યનો વિકાસ દર વાર્ષિક સરેરાશ 12.4%ના વાસ્તવિક દરે વધતો રહ્યો છે.
અમુલ • દુધ ઉત્પાદનની સહકારી સંસ્થાની ચળવળના પરિણામે તરીકે 1946મા અસ્તિત્વમા આવી. • એક ટોચની સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (GCMMF), દ્વારા સંચાલન. જેમાં આજે ગુજરાતના 24.1 લાખ દુધ ઉત્પાદકો જોડાયેલ છે.
અમુલ અમુલના ઉત્પાદનોની શ્રેણીમાં દુધનો પાવડર, દુધ, માખણ, ઘી, ચીઝ, દહીં, ચોકલૅટ, આઇસક્રીમ, શ્રીખંડ, પનીર, ગુલાબજાંબુ, બાસુંદી, ન્યુટ્રામુલ અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.
અમુલ • અમુલ વાર્ષિક રૂ.3.9 અબજ(2005-06)ના ટર્નઓવર સાથે દેશની સૌથી વિશાળ ખોરાક ઉત્પાદનની બ્રાન્ડ છે. • હાલમાં અમુલ પાસે 24.1 લાખ દુધ ઉત્પાદકો છે. જેમની પાસેથી રોજનું સરેરાશ 50.8 લાખ લિટર દુધ એકત્ર કરવામા આવે છે. • અમુલ સમગ્ર દુનિયાની સૌથી મોટી દુધ અને દુધની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે.