300 likes | 529 Views
CLICK NEXT SOUND ON. મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી , પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે - ડૉ . રાધાકૃષ્ણન્ . PRESENTATION BY VIPUL M DESAI – desaivm50@yahoo.com. http://suratiundhiyu.wordpress.com/. સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. - વિંસ્ટ્ન ચર્ચિલ.
E N D
CLICK NEXT SOUND ON મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી,પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે-ડૉ.રાધાકૃષ્ણન્ PRESENTATION BY VIPUL M DESAI – desaivm50@yahoo.com http://suratiundhiyu.wordpress.com/
સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. - વિંસ્ટ્ન ચર્ચિલ
સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે , પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથે નુ સ્વપ્ન છે .- હાર્વે મેકે .
સફળતા એ આદત છે પણ દુર્ભાગ્યે નિષ્ફળતા પણ.
આયોજનમાં નિષ્ફળતા એ નિષ્ફળતાનું આયોજન છે
પરમ સત્ય નું અસ્તિત્વ હૃદય માં છે. જે વિચાર હૃદય થી રહિત વહે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઇ જવું જોઈએ.
આત્મ વિશ્વાસ એ સફળતા નુ પ્રથમ પગથીયુ છે .
મળેલા ધન થી જે સંતુષ્ટ છે તેને માટે સ્વર્ગ અહીં જ છે.
આપણે જન્મ લઈએ ત્યાર થી મૃત્યુ પોતાનો હક નોધાવી દે છે.
મનુષ્યને નુકશાન કરવાને બદલે ભલાઈ, પાપને બદલે સુકર્મ, અધર્મને બદલે ધર્મ તથા અંધકારને બદલે પ્રકાશ કરવાનું પસંદ કરવું જોઈએ - જરથુષ્ટ
જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.
મારા જેવા અલ્પાત્માને માપવા સારુ, સત્યનો ગજ કદી ટુકો ન બનો-મહાત્મા ગાંધી
મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે -મહાત્મા ગાંધી
જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે.-જવાહરલાલ નેહરુ
માણસના વિકાસ માટે જીવન જેટલુ જ જરુરી મૃત્યુ છે-મહાત્મા ગાંધી
જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ જાણતા નથી, ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો-મધર ટૅરેશા
જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાનતા ભિન્નતા તરફ લઈ જાય છે-રામકૃષ્ણ
દર્શન,ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે-આચાર્ય રજનીશ
ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ.-મહાત્મા ગાંધી
સત્ય એ રીતે બોલવું જોઈએ કે તે અપ્રિય ના લાગે.
હાથ એટલા માટે છે તમે સદા બીજા ને આપી શકો.
સત્કાર્યો સંપતિથી મુલ્યવાન છે
જેની દોસ્તી તમને અપંગ ના બનાવે પણ પાંખ આપે તે તમારો ખરો મિત્ર.
દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો
સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો.
મોટા ભાગના લોકો કજિયો એટલા માટે કરતા હોય છે કે એમને વ્યવસ્થિત રીતે સચોટદલીલ કરતાં નથી આવડતી
કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો !
ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.- શૂન્ય પાલનપુરી
મુશ્કેલીઓ પાછળ પણ ઇશ્વરીય સંકેત હોય છે. ઇશ્વરની દેન તરીકે જ એને ગણી એનો સામનો કરવો જોઇએ
બીજાનું સુખ જોઈ રાજી થવું એ સહેલું છે, પણ જિગરમાં જીરવવું કઠિન છે અને જો એ તમે જીરવી શકો તો એનું નામ ખરો પ્રેમ PRESENTATION BY VIPUL M DESAI – desaivm50@yahoo.com http://suratiundhiyu.wordpress.com/